2 દિવસ કમોસમી વરસાદની આગાહી
સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ
કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. ક્યાક વરસાદ તો ક્યાક ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે….
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યમા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તો ક્યાક ભારે પવન ફુંકાયો હતો. ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે…..
Article Categories:
ગુજરાત