વૃક્ષ નિકંદન અટકાવવા તંત્ર ના હાથ બંધાયેલા છે સરકારે 80 થી વધારે જાત ના વૃક્ષો કટિંગ નો પરિપત્ર કેરેલો છે.વાવ ના સરહદી પંથક મા છેલા કેટલાય સમય થી લીલા લાકડા કટિંગ ના કારોબાર ચાલી રહ્યો છે વીસ વર્ષ બાદ વાવ નો રણ વિસ્તાર હરિયાળો બન્યો છે ત્યારે સોમિલો વાળા ઓ ખેડૂતો ને લોભામણી લાલચ આપી દાખલાઓ લઈ વૃક્ષો કાપી મોટો ધંધો કરી રહ્યા છે જે અટકાવવા લોક માગ ઉઠી છે
આંતર રાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠા ના વાવ વિસ્તાર માં છેલા કેટલાય સમય થી ખુલે આમ વૃક્ષ નિકંદન થઈ રહ્યુ છે સરકાર દ્વારા વૃક્ષ નિકાલ માટે અગાઉ એક પરિપત્ર કરવાના આવ્યો છે જોકે 80 થી વધારે જાત ના વૃક્ષો નો પરિપત્ર છે નડતર રૂપ વૃક્ષ નું નિકાલ કરવા છૂટ આપેલ છે પરંતુ વૃક્ષ પાપિયાઓ પરિપત્ર ના નામે કમાઈ રહ્યા છે ખેડૂતો ને લોભલાચ આપી વૃક્ષો ખરીદી લે છે અને સરપંચ ને લોભામણી વાતો મા લઈ દાખલો લઈ વૃક્ષો નો વિનાશ વેરી રહ્યા છે જોકે તંત્ર ના હાથ બંધાયેલા છે સરકાર ના પરિપત્ર થી મામલતદાર કચેરી હોય કે વિસ્તરણ રેન્જ કે નોર્મલ રેન્જ પરંતુ પરિપત્ર સરકાર નો છે તો તંત્ર કાર્યવાહી લાબી કરી શકતું નથી જેથી સરકાર વૃક્ષ કાપવા બાબત પરિપત્ર માં ફેરફાર કરે તોજ બનાસકાંઠા નો વિસ્તાર હરિયાળો બનશે નહીતો વીસ વર્ષ પહેલાં હતો એવો જ સરહદી વિસ્તાર થઈ જસે..