વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા 68 વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યુ છે. દર્દીને ટીબી, અસ્થમા અને હાઈપર ટેન્શનની બીમારી હતી. 8 મહિનાથી તેમની ટીબીની સારવાર ચાલી રહી હતી. તેમને SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી હતી. તેમના મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે ડેથ ઓડિટ કમિટીને તબીબોએ રિપોર્ટ સબમિટ કર્યો છે. શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 35 છે.
https://youtu.be/ciNgXBy2dD0
Article Categories:
ગુજરાત
