ઉના શહેરમાં ગત રાત્રિના બે કોમના ટોળા સામ સામે આવી જતા પથ્થર મારો કરતા લોકોને પોલીસ દ્વારા વિખેરવામાં આવ્યા
ઉના શહેરમાં રામ જન્મ જયંતી મહોત્સવ દરમિયાન કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલ ભડકાવ ભાષણ આપવાના કારણે એક સમાજની લાગણી દુભાતા ઉના પંથકનો માહોલ તંગ દિલીમાં ફેરવાયો હતો. ત્યારબાદ નગરપાલિકા ભવન હોલમાં બંને સમુદાયના લોકોને એસ.પી સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઉનાના ધારાસભ્ય તેમજ મુસ્લિમ સમાજના દાદા બાપુ વગેરે બંને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારબાદ બંને સમાજના લોકોને એસ.પી સાહેબે શાંતિ સુલેહ અને ભાઈચારાથી રહેવાની અપીલ સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું. પરંતુ ગત રાત્રિના અસામાજિક તત્વો દ્વારા કુંભારવાડા જેવા વિસ્તારમાં પથ્થર મારવાની ઘટના અને લોકોના ટોળા એકઠા થવાની ઘટના સામે આવતા પોલીસ દ્વારા સંપૂર્ણ ઘટનાને તાબે કરવામાં આવી હતી અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ સમગ્ર પંથકમાં શાંતિમય માહોલ છે. ઉના પોલીસ તેમજ જિલ્લાની પોલીસ નો કાફલો ઉનામાં ખડકી દેવામાં આવ્યો અને પોલીસ દ્વારા કડક સુચના આપવામાં આવી જો કોઈ પણ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો તેમને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેમજ પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર કાજલ હિન્દુસ્તાની ના નામે એફઆઇઆર નોંધવામાં આવી તેમજ પોલીસ દ્વારા સીસીટીવી કુટેજ તેમજ બીજા માધ્યમ દ્વારા તપાસ ચલાવી રહી છે જે કોઈપણ દોષિત હશે તેમના વિરૂધ કડક કાર્યવાહી કરવાની ઇન્ચાર્જ એસ.પી દ્વારા સૂચના આપવામાં આવી છે……