કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ
આજકાલ ઉતાવળે વાહન ચલાવતા અને ચલાવવામાં બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે અને આવા અકસ્માતોમાં નિર્દોશ લોકોના ભોગ લેવાતાં હોય છે.ત્યારે કેશોદ પોલીસ દ્વારા આકસ્મિક ઘટનાઓ અટકાવવા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે
કેશોદ પોલીસ વિભાગ નાં ડીવાયએસપી બી સી ઠક્કર નાં માર્ગદર્શન હેઠળ કેશોદ શહેરમાં ટ્રાફિક નિયમન અને આડેધડ પાર્કિંગ નાં કારણે આકસ્મિક ઘટનાઓ બની રહી છે જેને અટકાવવા માટે કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ગઢવી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ કાફલા સાથે શહેરનાં મુખ્ય માર્ગો પર પગપાળા ચાલીને આડેધડ પાર્કિંગ કરતાં વાહનચાલકો ને પ્રાથમિક ધોરણે સુચનાઓ આપી હતી આવનારાં દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેશોદના હાઈવે રોડ પર પુરપાટ ઝડપે અકસ્માત સર્જાય તે રીતે ચલાવતાં વાહનચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદના ચાર ચોક નજીક થોડા દિવસો પહેલાં ખાનગી લકઝરી બસ હડફેટે ચડી જતાં બાઈકચાલક યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રીજ નું કામ ચાલુ છે ત્યારે ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી છુટકારો અપાવવા કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરીજનો એ આવકારી છે. કેશોદના નવદુર્ગા મંદિર આસપાસના વિસ્તારમાં ખાનગી વાહનો નાં ખડકલા અટકાવવા હોમ ગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે કેશોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ હોમ ગાર્ડ ફાળવવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. કેશોદ શહેરી વિસ્તારમાં કુદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રાફિક નિયમન માટે સતાધારી પક્ષ દ્વારા સરકાર માં રજુઆત કરી વધારાનાં સરકારી વાહનો ફાળવવા રજૂઆત કરવામાં આવશે તો આવકાર્ય રહેશે.