તાપીમાં સોનગઢ ઉકાઈ વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
જેમાં જે કે પેપર મીલ,ઉકાઈ મુક્તિધામ ની સાથે જ સોનગઢ સાયન્સ કોલેજમા ગુજરાત સરકારના ઉપદંડક વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને હજારો વૃક્ષોનું રોપણ કરી સંવર્ધનની પ્રતિજ્ઞા લેવડાવી હતી…
વિશ્વ પર્યાવરણ દિવસની તાપી જિલ્લામાં સોનગઢ ઉકાઈ વ્યારા નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વૃક્ષ એ જીવન છે..અને વૃક્ષ છે તો આ વિશ્વ છે..ના નારા સાથે આજરોજ ઉકાઈ મુક્તિધામ ખાતે તાપી નદી કિનારે 1000થી વધુ વૃક્ષો રોપવાની સાથે શરૂવાત થઈ હતી.અગ્રવાલ સમાજ સોનગઢ ઉકાઈ અને ઉકાઈ મુક્તિધામ ટ્રસ્ટ એ વૃક્ષો ઉછેરવાની જવાબદારી લીધી હતી.જે કે પેપરમીલ દ્વારા 11 મિનિટમાં 1100 વૃક્ષોનું રોકાણ કરી વિક્રમ સર્જવામાં આવ્યો હતો.જ્યારે ગુજરાત વિધાનસભાના ઉપદંડક,172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામીત 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી,તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ વસાવાની હાજરીમાં સોનગઢ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાંં આવી હતી,સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા સોનગઢનાગણેશ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું…