દૂધ મડળી કર્મચારીએ ગડદાપાટુનો તેમજ પાઇપ દ્વારા માર મારી જોઈ લેવાની ધમકી આપી
એશિયામાં નંબર વન તેમજ બનાસકાંઠા જિલ્લાના પશુ પાલકોની જીવાદોરી સમાન બનાસડેરી સંચાલક દૂધ મંડળીઓમાં દુદાસણ દુધમડળીની ચાલતી મનમાની આવી મીડિયા સમક્ષ.
કાંકરેજ તાલુકો જે ગરીબ ખેડૂતોઅને પશુ પાલન સાથે સંકળાયેલ છે.જેમના દ્વારા બનાસ ડેરી દુધ થી છલકાઈ રહી છે.તેવા ગરીબ ખેડૂતો અને પશુ પાલકોને એમ કહેવામાં આવે છે કે અમારે તમારા દૂધ ની કોઈ જરૂરનથી.ઘરે લઈ જઈ વલોવો.એમ કહી ગરીબ પશુપાલક ખેડૂત ઉપર કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે આવેલ દૂધ મડળી કર્મચારીએ ગડદાપાટુનો તેમજ પાઇપ દ્વારા માર મારી જોઈ લેવાની ધમકી આપી હતી જે બાબતે પશુપાલક શિહોરી રેફરલ હોસ્પિટલ આવી સારવાર કરાવી હતી અને માથાના કપાળમાં વાગેલ હોવાથી વધુ સારવાર ફોટા માટે જવાનું જણાવ્યું હતું પણ ગરીબ અને લાચાર પશુ પાલક કઈ રીતે જાય જે બાબતે શિહોરી પોલીસમાં જાણ કરવામાં આવી હતી જે બાબતે આજે સવારે શિહોરી પોલીસ દુદાસણ દૂધ મંડળીએ તપાસ માટે આવી હતી સ્થળની તપાસ પૂછ પરછ કરી વધુ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું જ્યારે જયતિભાઈ શામજીભાઈ જોશી પોતાના બોર ઉપર ગયા ત્યારે માથાના ભાગે વાગેલ હોવાથી ચક્કર આવી પડી જતા તાત્કાલિક 108 ને જાણ કરી બોલાવી પાટણ ધારપુર ખાતે સારવાર માટે એડમિટ કરાયા હતા જેમાં ગામમાં ફરતા સોશિયલ મીડિયાના વિડીયામાંઘટના સ્થળે કર્મચારી ના હાથમાં પાઇપ જેવી વસ્તુ પણ દેખાઈ રહી છે તેમજ સદર ઘટના નો વિડિઓપણ હાલ સમાજમાધ્યમાં ફરી રહ્યો છે.આ ઘટના બાદ સમગ્ર તાલુકા માં ચકચાર મચી જવા પામી છે