મહેસાણા જોડે આવેલ લાખવડ ગામમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે કેમકે પાકિસ્તાનથી આવેલ 15 થી 16 વ્યક્તિનું કુટુંબ હાલ લાખવડ ગામમાં વસવાટ કરી રહ્યું છે.
આ વાત અમારે મીડિયાને ધ્યાનમાં આવતા અમારી મીડિયાની ટીમે સ્થળ ઉપર મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનથી આવેલા આ કુટુંબ ટુરિસ્ટ વિઝા ઉપર ભારતમાં આવ્યા હતા. તેઓ હરદ્વાર ના વિઝા લઈને આવ્યા હતા. ત્યારબાદ તે લોકોએ જણાવ્યું હતું કે અમે પાંચ વર્ષના વિઝા લંબાવ્યા હતા. ત્યારબાદ તે લોકો દિલ્હી માં રહેતા હતા ત્યાં તેમનું આધારકાર્ડ બનાવડાવ્યું હતું. ત્યારબાદ તે લોકો ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલ લાખવડ ગામમાં ભાડેથી રહેવા લાગ્યા હતા. મહત્વની વાત કરીએ તો જે લોકો ટુરિસ્ટ વિઝા ઉપર આવ્યા હતા. તે લોકોને હાલ લાખવડ ગામ નું આધારકાર્ડ પણ બની ગયું છે. જે લોકો ભારત ના રહેવાસી નથી પાકિસ્તાનના છે તો આવું આધાર કાર્ડ કોના નજર હેઠળ બનાવવામાં આવ્યું છે. તંત્રને આટલી મોટી બેદરકારી કેવી રીતે? શું આ આધાર કાર્ડ બનાવવામાં સરપંચ, તલાટી કે મામલતદાર સંડોવાયેલા છે. જાણવા મળ્યું છે કે આવા કેટલાય લોકો પાકિસ્તાનથી આવીને કુકસ, દેલા, તેમજ ઉનાવા ગામમાં પણ રહે છે આ બાબતે મહેસાણા પોલીસ દોડતી થઇ છે જેમાં મહેસાણા એસઓજી પોલીસ તપાસે કામે લાગી ગઈ છે જો તટસ્થ તપાસ થાય તો આવા આધાર કાર્ડ બનાવવાનો મોટું રેકેટ બહાર આવી શકે છે જેમાં કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ એજન્ટ મારફતે થયું હોય તો બહાર આવી શકે છે.