Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

મહેસાણામાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં એક શખ્સે પંખા પર દુપટ્ટો બાધી ફાસો ખાઈ આત્મહત્યા કરી

Written by

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

મહેસાણા શહેરમાં આજે એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પોતાના ફ્લેટમાં અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ આદરી છે.
યુવક પત્ની અને એક દીકરા સાથે ફ્લેટમાં રહેતા હતા
મહેસાણા શહેરમાં માનવ આશ્રમ ચોકડી નજીક આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશ દેસાઈ નામના વ્યક્તિએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા સમગ વિસ્તારમાં ચકચાર મચી છે આ ઘટનાની જાણ પાડોસીઓને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે મૃતક જીગ્નેશ દેસાઈ પોતાની પત્ની અને એક દીકરા સાથે ફ્લેટમાં રહેતા હતા ત્યારે આજે સવારે પત્ની નોકરી પર ગઈ હતી અને બપોરે ઘરે પરત આવતા દરવાજો ન ખોલતા આસપાસના પાડોસીઓને જાણ કરતા તેઓ દરવાજો તોડી જોતા જીગ્નેશ દેસાઈ આપઘાત કરેલ હાલતમાં મળી આવ્યા હતા.
રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધી આત્મહત્યા
શ્રીજી એપાર્ટમેન્ટમાં જીગ્નેશ દેસાઈએ પોતાના ફ્લેટના બેડરૂમમાં પંખા પર દુપટ્ટો બાધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે પોતાના બેડ પર ખુરશી મૂકી તેઓએ મોત વ્હાલું કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *