જોટાણા તાલુકાના આલમપુર ગામ ના શાહહુસેન ઉર્ફે ગાંભલો ગોરામિયાં સૈયદ ના રહેણાંક ઘરના આગળ ઊભેલા પિકઅપ ડાલા માંથી નંદાસણ પોલીસે રૂપિયા 1,13,520 નો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો અને એક શખ્સ સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
નંદાસણ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે પ્રો. પી.આઈ આર. જે. ધડુકે સ્ટાફ ને બાતમી ના આધારે ફોન કરી માહિતી આપી હતી કે શાહહુસેન ઉર્ફે ગાભલો ગોરામિયા અકબર મિયાં સૈયદ રહે આલમપુર તેના રહેણાંક મકાન ના ઘર આગળ અમુલ દૂધ લખાણ લખેલ પીક અપ ડાલા માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાખેલ છે અને છૂટક વિદેશી દારૂનું વેચાણ ચાલુ છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરી શાહ હુસેન ઉર્ફે ગાભલો ગોરામિયા અકબર મિયાં સૈયદ ના રહેણાંક મકાન ના ઘર આગળ અમુલ દૂધ લખાણ લખેલ પીક અપ ગાડી ( GJ 07 YY 6060 ) માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની 419 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 96,240 અને બિયર ટીન નંગ 144 જેની કિંમત 17,280 અને ડાલુ મળી રૂપિયા 3,63,520 નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તપાસ કરતા ઈસમ હાજર મળી આવ્યો ન હતો. નંદાસણ પોલીસ સ્ટેશનમાં શાહહુસેન ઉર્ફે ગાભલો ગોરામિયા અકબર મિયાં સૈયદ સામે ફરિયાદ નોંધાઈ છે.