Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

75 દેશમાં વ્યાપેલો મંકીપોક્સ ભારત પહોંચ્યો

Written by

દુનિયાભરમાં 11 હજારથી વધુ કેસ, યુરોપમાં 80% દર્દી, ભારતને કેટલું જોખમ?

વિશ્વના 70થી વધુ દેશોમાં ફેલાયેલા મંકીપોક્સ વાઇરસે ભારતમાં દસ્તક આપી છે. 14 જુલાઈના રોજ કેરળના કોલ્લમ જિલ્લામાંથી દેશનો પ્રથમ મંકીપોક્સ કેસ નોંધાયો હતો. દર્દી હાલમાં જ યુએઈથી કેરળ પરત ફર્યો છે. અત્યારસુધીમાં વિશ્વમાં મંકીપોક્સના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં આ વાઇરસને આગમનને કારણે તણાવ વધી ગયો છે.

સૌથી પહેલા જાણીએ મંકીપોક્સના લક્ષણો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, અછબડા, ઓરી, બેક્ટેરિયલ ત્વચા ચેપ, ખંજવાળ અને દવાઓની એલર્જી મંકીપોક્સથી અલગ છે. ઉપરાંત મંકીપોક્સમાં લસિકા ગાંઠોમાં સોજો આવે છે, જ્યારે શીતળામાં આવું નથી.

એનો સેવન સમયગાળો (ચેપથી લક્ષણો સુધીનો સમય) સામાન્ય રીતે 7-14 દિવસનો હોય છે, પરંતુ એ 5-21 દિવસનો પણ હોઈ શકે છે.

મંકીપોક્સના 95% દર્દીઓના ચહેરા પર ફોલ્લીઓ હોય છે
ત્વચા પર ફોલ્લીઓ સામાન્ય રીતે તાવની શરૂઆતના બે દિવસમાં દેખાય છે. 95% કિસ્સાઓમાં ફોલ્લીઓ મોટે ભાગે ચહેરા પર બહાર આવે છે. 75% કિસ્સાઓમાં હથેળીઓ અને પગના તળિયા પર ફોલ્લીઓ થાય છે, જ્યારે 70% કિસ્સાઓમાં તે મૌખિક મ્યુકોસ મેમ્બ્રેનને અસર કરે છે. આ સાથે એ આંખો અને પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ જોવા મળે છે.

મંકીપોક્સ પછી ત્વચા ફાટી જવાનો તબક્કો 2થી 4 અઠવાડિયાં સુધી ચાલે છે. પહેલા આ દાણા પાણીથી ભરાઈ જાય છે અને પછી પરું થાય છે અને પછી પોપડા થઈ જાય છે. એ ખૂબ જ પીડાદાયક તબક્કો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે જે દર્દીઓની આંખોમાં દુખાવો હોય અથવા અસ્પષ્ટ દૃષ્ટિ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને પેશાબ ઓછો થતો હોય તો તેમણે સાવધાન રહેવું જોઈએ અને પોતાને અલગ રાખવા જોઈએ.

મંકીપોક્સને કેવી રીતે અટકાવી શકાય, આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા જાહેર

  • તમામ આરોગ્ય કેન્દ્રોએ આવા લોકો પર કડક નજર રાખવી જોઈએ, જેમના શરીર પર ફોલ્લીઓ દેખાય છે. છેલ્લા 21 દિવસમાં મંકીપોક્સના શંકાસ્પદ દેશોનો ટ્રાવેલ હિસ્ટ્રી, કોઈપણ મંકીપોક્સની શંકાસ્પદ વ્યક્તિ સાથે સીધો સંપર્ક.
  • ગ્રાન્યુલ્સ તૂટી ન જાય ત્યાં સુધી તમામ શંકાસ્પદ કેસોને હેલ્થકેર સુવિધામાં અલગ રાખવામાં આવશે.
  • મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓના પ્રવાહી અથવા લોહીના નમૂના NIV પુણે ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
  • જો પોઝિટિવ કેસ મળી આવે તો તરત જ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવશે.
  • વિદેશથી આવતા પ્રવાસીઓએ ચામડીના રોગોથી પીડિત લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
  • પ્રવાસીઓએ ઉંદરો, ખિસકોલી, વાંદરાઓ સહિતના જીવંત અથવા મૃત જંગલી પ્રાણીઓના સંપર્કમાં ન આવવું જોઈએ.
  • ક્રિમ, લોશન, પાઉડર જેવા આફ્રિકન જંગલી પ્રાણીઓમાંથી બનાવેલાં ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો. શિકારમાંથી મેળવેલું માંસ ખાવું કે રાંધવું નહીં.

મંકીપોક્સ માટે રોગપ્રતિકારક રસી છે
યુએસ નેશનલ હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) તેની વેબસાઈટ પર જણાવે છે કે હાલમાં મંકીપોક્સ ઈન્ફેક્શનની કોઈ સારવાર ઉપલબ્ધ નથી, પરંતુ એને દવા વડે અટકાવી શકાય છે. બજારમાં પહેલેથી જ એવી દવાઓ છે, જે મંકીપોક્સની સારવારમાં ઉપયોગ માટે માન્ય છે અને તે રોગ સામે અસરકારક છે. ઉદાહરણ તરીકે સિડોફોવિર, ST-246 અને વેક્સિનિયા ઇમ્યુનોગ્લોબ્યુલિનનો ઉપયોગ મંકીપોક્સના ચેપમાં થાય છે.

મંકીપોક્સની રોકથામ અને સારવાર માટે JYNNEOSTM રસી પણ ઉપલબ્ધ છે, જેને Imvaimmune અથવા Imvanex તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રસી ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની બાવેરિયન નોર્ડિક દ્વારા બનાવવામાં આવી છે. આફ્રિકામાં એના ઉપયોગ અંગેના અગાઉના ડેટા દર્શાવે છે કે તે મંકીપોક્સને રોકવામાં 85% અસરકારક છે.

યુરોપમાં મંકીપોક્સના 80%થી વધુ કેસ નોંધાયા છે
આ વખતે મંકીપોક્સનો ફેલાવો ખૂબ જ અસામાન્ય છે, કારણ કે એ ઉત્તર અમેરિકા અને યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં આ વાઇરસ સામાન્ય રીતે જોવા મળતો નથી. યુરોપ મંકીપોક્સના ફેલાવાના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે. આ વર્ષે અત્યારસુધીમાં મંકીપોક્સના 80%થી વધુ પુષ્ટિ થયેલા કેસો યુરોપિયન દેશોમાંથી આવ્યા છે. અમેરિકાનાં 37 રાજ્યમાં અત્યારસુધીમાં મંકીપોક્સના 750થી વધુ કેસ નોંધાયા છે.

શું આ મહામારીમાં ફેરવાઈ શકે છે?
યુરોપમાં WHO ની પેથાગોન થ્રેટ ટીમના વડા રિચાર્ડ પીબોડીના જણાવ્યા અનુસાર, મંકીપોક્સ આસાનીથી ફેલાતો નથી અને હાલમાં કોઈ જીવલેણ ગંભીર બીમારીનું કારણ નથી. તેના પ્રકોપ અંગે કોવિડ-19 જેવી મોટી રસીકરણની જરૂર નથી. ચેપને રોકવા માટે, લોકો સલામત સેક્સ કરે છે, સ્વચ્છતાની કાળજી લે અને નિયમિતપણે હાથ ધોવાનું ચાલુ રાખે.

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી પણ માને છે કે સમગ્ર દેશમાં એના ફેલાવાનું જોખમ ઘણું ઓછું છે. નિષ્ણાતો કહે છે કે એવા કોઈ સંકેત નથી કે મંકીપોક્સ વાઇરસમાં પરિવર્તન થઈ રહ્યું છે અને વધુ ખતરનાક પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે. આ કોવિડ નથી. એ હવા દ્વારા ફેલાતું નથી અને એને રોકવા માટે આપણી પાસે એક રસી ઉપલબ્ધ છે

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *