કોંગી MLA ભરતજી ઠાકોરની ચીમકી:બેચરાજી-શંખલપુર વચ્ચેના બિસ્માર રોડને 10 દિવસમાં રિપેર કરો નહીં તો 20 ગામના લોકોને સાથે આંદોલન કરાશે
બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે પૂર્ણેશ મોદીને પત્ર લખ્યો
મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે યાત્રાધામ શંખલપુર જવાનો માર્ગ નજીવા વરસાદમાં પણ બિસમાર બની ગયો છે. ત્યારે ગઈકાલે દિવ્યભાસ્કર ડીજીટલ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યએ શંખલપુર બેચરાજી રોડ જે બિસમાર છે તેને ઠીક કરવા જાણ કરી છે. તેમજ ઝડપી કામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
20 ગામોને જોડતો માર્ગ બિસ્માર થઈ ગયો
બેચરાજી શંખલપુર રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા. ત્યારે નજીવા વરસાદ પડવાના કારણે રોડ પર પડેલા ખાડાઓ પર પાણી ભરીયા ગયા છે. ત્યારે સમગ્ર રોડ સ્વિંમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે.આ માર્ગ 20 જેટલા ગામોને જોડતા માર્ગ છે, ત્યારે આજે બેચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પૂર્ણેશ મોદીને રજૂઆત કરતા જણાવ્યું છે કે, 10 દિવસમાં આ માર્ગ રિ-ફ્રેશ કરવામાં નહીં આવેતો 20 ગામના લોકોને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
શંખલપુર ગામને આધુનિક ગામનો દરજ્જો પણ રોડના ઠેકાણા નથી
બેચરાજી શંખલપુર એ યાત્રાધામ તરીકે વિખ્યાત છે. ત્યારે તાજેતરમાં શંખલપુર ગામને આધુનિક ગામનો દરજ્જો મળ્યો છે, ત્યારે આવા વિકાસ પામેલા ગામોના માર્ગના ઠેકાણા નથી ત્યારે અહીંયા દર્શન કરવા આવતા દર્શનરથી આવા તૂટેલા રોડથી તોબા પોકારી ઉઠ્યા છે.