બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે.
અત્યાર સુધીમાં 29 લોકોના મોતમાં રોજિંદમાં 9, પોલારપુરમાં 2, ભીમનાથમાં 1, ચદરવામાં 2, રાણપુરમાં 1, દેવગનામાં 3, રણપુરીમાં 1, કોરડામાં 1, ધંધુકા તાલુકાના 9 મળીને કુલ 29 લોકોના મોત નિપજ્યા છે. બીજીતરફ પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે. રોજિદ ગામે મૃતકના પરિવારજનોની મુલાકાતે કોંગ્રેસનું મોવડી મંડળ પહોંચ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો રોજિદ પહોંચ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ
1 ગજુબેન વડદરિયા, રહેવાસી – રોજીંદ, બરવાળા
2 પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
3 વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
4 સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
5 હરેશ આંબલિયા, રહે. ધંધુકા
6 જટુભા લાલુભા, રહે. રાણપરી
7 વિજય પઢિયાર, રહે. રામપરા
8 ભવાન નારાયણ, રહે. વેયા
9 સન્ની રતિલાલ, રહે. પોલારપુર
10 નસીબ છના, રહે. ચોકડી
11 રાજુ, રહે. અમદાવાદ
12 અજીત કુમારખાણીયા, રહે. ચોકડી
13 ભવાન રામુ, રહે. નભોઈ
14 યમન રસીક, રહે. ચોકડી