- રંડાલા ગામે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં
- પ્રાથમિક શાળામાં જીવના જાેખમે ભણતા બાળકો
- છતાં સરકારનું કોઈ ધ્યાન દોરતી નથી
- શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી મોટી મોટી વાતો કરી રહ્યા
- સ્કૂલની આજુબાજુમાં ગંદકીના ઢગ જાેવા મળી રહ્યા
મહેસાણા જિલ્લાના રંડાલા ગામ વિસનગર તાલુકા નુ ગામ પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણતા બાળકો. છતાં તંત્રનું ધ્યાન નથી. આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી મોટી મોટી વાતો કરી રહ્યા છે છતાં સરકાર કોઈ ધ્યાન દોરતી નથી
મહેસાણા જિલ્લાના રંડાલા ગામ વિસનગર તાલુકા નુ ગામ આજે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે . સતા સરકારનું કોઈ ધ્યાન દોરતી નથી. આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી મોટી મોટી વાતો કરી રહ્યા છે. તો શું આવી તૂટેલી હાલત વારી સ્કૂલોના વખાણ કરી રહ્યા છે લાગે છે આપણા શિક્ષણ મંત્રી ઓફિસની બહાર નીકળે તો ખબર પડે સ્કૂલો ની શું હાલત છે બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે એટલું જ નહીં સ્કૂલ ની આજુબાજુમાં ગંદકી મોટાપાયે જોવા મળી . સ્કૂલના પ્રિન્સિપાલ કહી રહ્યા છે કે ગ્રાન્ટ આવી નથી એટલે સ્કૂલની મરામત થઈ શકતી નથી તો સરકાર આટલા રૂપિયા લે છે આટલી મોંઘવારી વધારી છે આટલા ટેક્સ ચડાવે છે ટેક્સના પૈસા આવે છે. તો સરકાર ગ્રાન્ટ આપવામાં ઠાગા ઠૈયા કેમ. સ્કૂલમાં કંઈ પણ બને તો જવાબદાર કોણ બાળકોને નુકસાન થાય તો જવાબદાર કોણ. આ બાબતે સરકારે ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ.