Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ડિજિટલ કરન્સી:રોકડ રૂપિયા હવે ઇ-રૂપી થશે: ભારત આ વર્ષે ડિજિટલ કરન્સી લોન્ચ કરશે

Written by

RBIએ જાગૃતિ માટે કન્સેપ્ટ નોટ જારી કરી

ભારતીય રિઝર્વ બેન્ક આ વર્ષના અંત સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી ‘ઇ-રૂપી’ લોન્ચ કરશે. આવું કરનાર દુનિયાનો પહેલો મોટો દેશ બનશે. આમ તો 11 દેશ ડિજિટલ કરન્સી લોન્ચ કરી ચૂક્યા છે. જો કે એ બધા જ નાના દેશ છે. જેમ કે બહામાસ, જમૈકા, નાઇજિરિયા અને ઇસ્ટર્ન કેરિબિયનના આઠ દેશ. ચીનમાં છેલ્લા બે વર્ષથી ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટના સ્તર પર છે અને ટેસ્ટિંગ જારી છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં હજુ પણ રિસર્ચના તબક્કામાં છે….અનુસંધાન પાના નં. 8 RBIએ શુક્રવારે કહ્યું હતું કે તે પાયટલ પ્રોજેક્ટ પર ડિજીટલ કરન્સી (CBDC) લોન્ચ કરશે. પાયલટ પ્રોજેક્ટમાં કેટલીક સ્થિતિમાં જ ઇ-રૂપીનો ઉપયોગ કરાશે. બેન્કે તેના ઉદ્દેશ્યો, ફાયદા તેમજ જોખમોને લઇને એક કોન્સેપ્ટ નોટ પણ જારી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ડિજીટલ કરન્સીનો સૌથી પહેલા ઉપયોગ જથ્થાબંધ કારોબાર માટે કરાશે.

  • ઇ-રૂપીના કેટલા પ્રકાર હશે?

સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી બે પ્રકારની હશે. રિટેલ ઉપયોગ માટે રિટેલ અને જથ્થાબંધ ઉપયોગ માટે હોલસેલ ઇ-રૂપી. રિટેલ ઇ-રૂપીનો ઉપયોગ પ્રાઇવેટ સેક્ટર, ગ્રાહકો અને…અનુસંધાન પાના નં. 8

કારોબારીઓ કરી શકશે. હોલસેલ ઇ-રૂપી માત્ર ચુનંદા નાણાકીય સંસ્થાઓ માટે જ હશે. જેમ કે બેન્ક, નાણાકીય સંસ્થાઓ વગેરે.

  • હું ક્યારે ઉપયોગ કરી શકીશ?

આ વર્ષના અંત સુધી પાયલટ આધાર પર લોન્ચ થશે. શરૂઆતમાં હોલલેસ કારોબારમાં વપરાશ થશે. ઔપચારિક રીતે લોન્ચિંગ બાદ જ સામાન્ય માણસ ઉપયોગ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *