શાહરૂખ છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં 2018માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ નિષ્ફ્ળ થયા બાદ શાહરૂખ ખાને કોઈ લીડ રોલ નિભાવ્યો નથી. શાહરૂખ ખાન 5 વર્ષ બાદ ‘પઠાણ’માં ફિલ્મમાં ધૂમ મચાવશે. કિંગ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
25 જાન્યુઆરી, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી’ ‘પઠાણ’ માં શાહરૂખ ખાન જાસૂસ તરીકે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. તો આ વચ્ચે ‘પઠાણ’ની રિલીઝ પહેલાં તેના સિક્વલ બનાવવાનું નક્કી થઇ ગયું છે.
‘પઠાણ-2’ પર શરૂ કરવામાં આવ્યું કામ
ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, મેકર્સે નક્કી કરી લીધું છે કે, પઠાણ’ની સિક્વલ પણ બનાવવામાં આવશે. પહેલી ફિલ્મની સરખામણી આ ફિલ્મમાં નવા રોલ હશે. એક સૂત્ર દ્વારા તો ત્યાં સુધી માહિતી આપી છે કે, આ ફિલ્મ ઉપર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ‘પઠાણ’ ફિલ્મમાં શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે, તો જોન પણ વિલનના રોલમાં છે. તો બીજી તરફ દિલચસ્પ વાત એ છે કે, ‘પઠાણ-2’માં જે નવા રોલ આવશે તેમાં બોલિવૂડના ક્યાં-ક્યાં સ્ટારને કાસ્ટ કરવામાં આવશે.
‘ટાઇગર 3’ અને ‘પઠાણ’ ઉપરાંત હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની એરિયલ એક્શન ફિલ્મ કહેવાતી ‘ફાઇટર’ પણ સ્પાય યુનિવર્સનો હિસ્સો હોવાનું કહેવાય છે. તો બીજી તરફ કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હૃતિક અને ટાઇગર શ્રોફની 2019ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘વોર’નું પણ આ ફિલ્મ સાથે કનેક્શન હશે.