Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ઇટાદરાના યુવકે 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

Written by

ઘરમાં એકલી સુઈ રહેલી યુવતી પર મોડી રાત્રે કૃત્ય ,પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો

મહેસાણા શહેરની એક સોસાયટીમાં રહેતી 18 વર્ષની યુવતી સાથે પરિચિત યુવકે તેણીના ઘરમાં જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.શહેરના છેવાડે આવેલી એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 18 વર્ષ યુવતી ગત 12 ઓક્ટોબરના રોજ ઘરમાં એકલી સૂઈ રહી હતી.

ત્યારે માણસા તાલુકાના ઇટાદરા ગામનો આદિલ હુસેન બેલીમ નામનો પરિચિત અને તેના ઘરે આવતાં જતાં યુવકે યુવતીની એકલતાનો લાભ લઈને તેણીના ઘરમાં જ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આદિલ હુસેન ઝાકીર હુસેન બેલીમ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પી.આઈ વાય આર વાઘેલાએ તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *