પિયર પક્ષના ચાર વ્યક્તિએ અપરહણ કર્યા હોવાના આક્ષેપ
રાજકોટના ગઢકામાં 48 એકર જમીનના વિવાદમાં થરા રાજધરાના પરિવારના 90 વર્ષીય મોટીમાતાનું અપહરણ થતા ચકચાર મોટી માતાને અજ્ઞાત સ્થળે છુપાવી દેવાના આરોપ સાથે પિયર પક્ષના ચાર વ્યક્તિએ અપરહણ કર્યા હોવાના આક્ષેપ સાથે પુત્રએ થરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
જમીન વિવાદમાં તેમના જ પિયરપક્ષના રાજકોટના ગઢકાના ચાર વ્યક્તિઓ થરામાંથી અપહરણ કર્યા હોવાના આક્ષેપ
કાંકરેજના થરામાં રાજધરાના પરિવારના 90 વર્ષીય મોટી માતાના જમીન વિવાદમાં તેમના જ પિયરપક્ષના રાજકોટના ગઢકાના ચાર વ્યક્તિઓ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છુપાવી દેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે આ અંગે બીજી પત્નીના પુત્ર ભગીરથસિંહ વાઘેલા દ્વારા થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે થરા ખાતે રહેતા રાજઘરેણાના રસિકકુવરબાના પિયર રાજકોટના ગઢકા ગામે તેમના પિતા લગધીરસિંહના વારસાની 42 એકર જમીન આવેલી છે જે વારસાઈ જમીન મામલે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે સાત ઓક્ટોબરના રોજ ઇનોવા ગાડીમાં આવેલા ગઢકાના ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર,રાજકોટના હરિરાજસિંહ સોઢા અને રાજભા પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત ચાર લોકો સામે અપહરણની ફરિયાદ થરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જોકે પુત્ર દ્વારા રાજમાતા રસિકકુવરબાનુ અપહરણ થતાં કોઈ ભાળ ના મળતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરાય છે