જેતપુરમાં મારૂતી એન્ટરપ્રાઇઝ કંપની પર હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વપરાતુ હોવાનો આક્ષેપ
જેતપુર- નવાગઢ નગરપાલીકામાં વર્ષ ૨૦૧૩થી સીવીલ કોન્ટ્રાક્ટના કામ મારૂતી એન્ટરપ્રાઇઝ નામની કંપનીને જ કોન્ટ્રાક્ટના કામ કરી રહી છે અને સીમેન્ટ રોડના કામ એટલી હલ્કી ગુણવત્તાના થયા છે કે, હજુ રોડ કાર્યરત થયો હોય તે સાથે જ ઠેર ઠેર રસ્તો તુટી ગયો હોય અને ખાડાઓ ખાડાઓ જ પડી ગયા નજરે પડે છે.
આ કોન્ટ્રાક્ટની કંપની એકદમ હલ્કી ગુણવત્તાવાળું મટીરીયલ્સ વાપરે છે.જેને કારણે એકાદ વર્ષ પૂર્વે ચાંપરાજપુર આવેલ પ્લાન્ટની ઓચીંતી મુલાકાત લેતા સ્થળ પર ધુળ જેવી રેતી, હલ્કી ગુણવત્તાવાળુ સિમેન્ટમટીરીયલ્સજોવા મળતું હતું. જેની જેતપુર પાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલીકાના ઇજનેર દ્વારા સ્થળ પર આવીનેOCT, 2022 મટીરીયલ્સના નમુના લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવા માટે લીધેલ. પરંતુ આ નમુનાનો આજદિન સુધી રીપોર્ટ આવેલો નથી.એટલે કે એક વર્ષ થવા છતા હલ્કી ગુણવત્તાવાળા મટીરીયલ્સથી શહેરના રોડ – રસ્તા બન્યા જે ચારે બાજુ તુટેલ નજરે પડે છે.
તેમછતા નગરપાલીકાના અધિકારીઓ અને પદાધિકારીઓની સાંઠગાંઠને કારણે આ કોન્ટ્રાક્ટર જ નગરપાલીકાના સીવીલ કોન્ટ્રાક્ટના તમામ કામો કરી રહ્યો છે અને નગરપાલીકાના ટેન્ડરમાં પણ કોન્ટ્રાક્ટ કંપનીને અનુકુળ હોય તેવી શરતો સાથેનુંજ ટેન્ડર હોય છે અને ઓનલાઇન ટેન્ડરમાં પણ પાલીકાના સત્તાધિશો દ્વારા કોઇ એવી કી રાખવામાં આવે છે. કે ટેન્ડર રાત્રીના સમયે અથવા દિવસમાં ક્યારેક એકાદ મીનીટ જ જોઇ શકાય એટલે વેબસાઈટમાં કંઇક ઘાલમેલ કરેલ છે. જેથી મારૂતી એન્ટરપ્રાઇઝ એકનું જ ટેન્ડર ખુલે.
મારૂતી એન્ટરપ્રાઇઝના પ્લાન્ટનો એકાદ વર્ષ પૂર્વે લેવાયેલ મટીરીયલ્સનો આઠ દિવસમાં ન આવે તો શહેરના મારૂતી એન્ટરપ્રાઇઝના તમામ કોન્ટ્રાન્ટના કામ મહિલા કોંગ્રેસ સમીતી બંધ કરાવશે. તેની નોંધ લેવા શારદાબેન વેગડાએ ચીમકી આપી છે. શારદાબેન દ્વારા આ ફરિયાદની મુખ્યમંત્રી, ગાંધીનગર, જીલ્લા કલેક્ટર, રાજકોટ અને નગરનિયોજક, રાજકોટને પણ લેખિત રજુઆત કરી છે.