ઉત્તર ગુજરાતનું પ્રથમ “સરદાર પટેલ સ્ટેડિયમ” મહેસાણા ખાતે બન્યું. 5000 દર્શકો બેસી શકે તેવી સુવિધા.
ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્ટેડિયમ મહેસાણા ખાતે કરોડોના ખર્ચે બન્યું . આ સ્ટેડિયમ વિશાળ અને અદ્યતન બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમ બનવાના કારણે ઉત્તર ગુજરાતના ખિલાડીઓ માટે આ સ્ટેડિયમ આશીર્વાદ રૂપ શાબિત બનશે. મહેસાણા પાલિકા દ્વારા રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉત્તર ગુજરાતના પ્રથમ એવા વિશાળ અને અદ્યતન સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું .
મહેસાણા ખાતે બનેલ સ્ટેડિયમ એક વિશાળ અને અદ્યતન રૂપ લઇ રહ્યું છે. મહેસાણા પાલિકા દ્વારા શહેરના હજારો યુવાનો અને ખિલાડી રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ અદ્યતન ક્રિકેટ પ્લે ગ્રાઉન્ડ સાથેનું સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે.
41,100 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ઉભા કરાયેલા સ્ટેડિયમમાં 62 મીટર બાઉન્ડ્રી, 5000 દર્શકોને બેસવાની સક્ષમતાવાળું પવેલીયન, સિઝન બોલથી ક્રિકેટ રમવા માટેની પાંચ પીચ, બાસ્કેટ બોલ, વોલીબોલ ટેનિસ રમવા માટેની સુવિધા, 250 કાર તેમજ 1000 ટુ વ્હીલ પાર્ક કરી શકાય તેવું વિશાળ પાર્કિગ, ચેન્જ રૂમ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું.
આ લોકાર્પણમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, નટુજી ઠાકોર તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.