Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

હવે મેદાન બહાર Ind VS Pak:

Written by

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન રમવા નહીં જાય, પાકિસ્તાને કહ્યું- વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન અને BCCIના સેક્રેટરી જય શાહે સોમવારે એશિયા કપ-2023ને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન રમવા જશે નહિ. આ ટૂર્નામેન્ટને પાકિસ્તાનના બદલે અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવશે. એશિયા કપ-2023ની યજમાની પાકિસ્તાનને મળી હતી. તેમને આશા હતી કે દુનિયાની સૌથી લોકપ્રિય ટીમ ઈન્ડિયાને પોતાના ઘરમાં 15 વર્ષ પછી હોસ્ટ કરી શક્શે. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નાણાકિય રીતે ખૂબ જ ફાયદો થાય તેમ હતો અને આ ઉપરાંત તેમના દેશના માથા ઉપર રહેલું ખતરનાક દેશનું ટેગ પૂરી રીતે હટી જાત. જોકે ભારતે ટીમ ના મોકલવાનો નિર્ણય લઈને તેમની આશા ઉપર પાણી ફેરવી દીધુ હતુ.

આ પછી પાકિસ્તાન પોતાની જૂની આદત પ્રમાણે ધમકી ઉપર ઉતરી આવ્યું હતું. તેમણે ધમકી આપી છે કે જો ભારત આવતા એશિયા કપ માટે પોતાની ટીમ નહિ મોકલે તો ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં તેઓ પોતાની ટીમને ભારત નહિ મોકલે. એશિયા કપનું આયોજન જુલાઈ-ઑગસ્ટમાં થવાનું છે. જ્યારે વન-ડે વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે. તો હવે વિચારવાનું એ છે કે પાકિસ્તાનની આ ધમકીમાં કેટલો દમ છે? જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહિ જાય, તો શું પાકિસ્તાન એટલું સક્ષમ છે કે તેઓ વર્લ્ડ કપને બૉયકૉટ કરી દે..?

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *