Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ઊંઝા વિધાનસભા મતવિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઇ

Written by

 

21- ઊંઝા વિધાનસભા મતવિભાગ માટે 21 ઊંઝા વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પૂરવઠા અધિકારી મહેસાણા દ્વારા ચૂંટણી નોટીસ જાહેર કરાઇ છે.

જેમાં ચૂંટણી અધિકારી 21-ઊંઝા વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી મહેસાણાને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી 21- ઊંઝા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર કચેરી (નવુ મકાન) વિસનગર રેલ્વે ફાટક સામે,હાઇવે રોડ ઊંઝા સમક્ષ 10 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11 વાગ્યાથી બપોરના 03-00 વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે

ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બર શુક્રવારના રોજ સવારના 11 કલાકે થી મામલતદાર કચેરી નવું મકાન વિસનગર રેલ્વે ફાટક સામે હાઇવે રોડ ઊંઝા જિલ્લો મહેસાણા ખાતે હાથ ધરવામાં આવનાર છે.

21 નવેમ્બરના રોજ બપોરના 03 વાગ્યા પહેલાં ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે તેમજ મતદાન કરવાનું થશે તો 05 ડિસેમ્બરના રોજ સવારના 08 વાગ્યાથી સાંજે 05-00 વાગ્યા  વચ્ચે થશે તેમ એસ.ડી.ગીલવા 21 ઊંઝા વિધાનસભા મતવિભાગ અને પુરવઠા અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *