ચરાડું ગામે રહેતી સગર્ભા મહિલા ગોઝારિયા ગોકુલ હોસ્પિટલમાં ડિલિવરી માટે એડમિટ હોય પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નીપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારજનોના કહેવા પ્રમાણે આ મોત પાછળ ડોક્ટરની શંકાસ્પદ ભૂમિકા જણાય આવે છે.
પ્રસુતિ બાદ અચાનક દર્દીને બ્લડ વહી જતા બહારના હોસ્પિટલ માં લઇ જવાઇ હતી.જયા તેના શરીરમાં 1% જેટલું બ્લડ રહેતાં હ્ર્દય બંધ પડી જતાં પ્રસુતા મહિલાનું મોત નીપજ્યું હતુ,જન્મ થયે બાળકી માતા વિહોણ થઈ જતા પરિવારે ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટર અક્ષય મોદી પર આક્ષેપ કર્યો
જયારે ગોકુલ હોસ્પિટલ ના ડોકટર અક્ષય મોદી નિવેદન માં જણાવ્યું હતું કે પ્રેશન્ટ ની સંપૂર્ણ તકેદારી રાખીને સારવાર કરતા હોઇ છીએ પણ વર્ષમાં અવો એકાદ કેસ બની જતો હોય છે,તો આ મહિલા દર્દી નું મોત કોની બેદરકારીથી થયું એતો પીએમ રિપોટ આવ્યાં પછી ખબર પડશે.આની યોગ્ય તપાસ લાંધણજ પોલીસ સ્ટેશનના અધિકારી ઉંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા છે