26 વિજાપુર વિધાનસભા મતદાર વિભાગમાં વિઘાનસભાની ચૂંટણી યોજવાની છે.જેમાં ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર વિજાપુરને
મામલતદારશ્રીની ચેમ્બર મામલતદાર કચેરી,વિજાપુર-હિંમ્મતનગર હાઇવે વિજાપુર ખાતે મોડામાં મોડુ 17 નવેમ્બર ગુરૂવાર સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11 વાગ્યાથી બપોરના 03-00 વાગ્યા સુધી નામાંકન પત્ર પહોંચાડી શકાશે. આ અંગેના ફોર્મ દર્શાવેલ સ્થલે અને સમયે મળી શકશે
નામાંકન પત્રોની ચકાસણી
મામલતદારશ્રીની ચેમ્બર,મામલતદાર કચેરી,વિજાપુર-હિંમ્મતનગર હાઇવે વિજાપુર ખાતે 18 નવેમ્બર શુક્રવારના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે.
ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓએ આ નોટીસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપર દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં 21 નવેમ્બર 2022 સોમવારના રોજ બપોરે 03 વાગ્યા પહેલાં પહોંચાડી શકશે
જો ચૂંટણી લડાશે તો મતદાન 05 ડિસેમ્બર સોમવારના રોજ સવારના 08 કલાકથી સાંજે 05-00 કલાક વચ્ચે રહેશે તેમ પદમીન રાઠોડ ચૂંટણી અધિકારી 26 વિજાપુર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.