ચૂંટણી અધિકારી 22 વિસનગર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી વિસનગર દ્વારા વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઇ છે.
જેમાં ચૂંટણી અધિકારી 22 –વિસનગર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી વિસનગરને પ્રાંત અધિકારીની ચેમ્બરમાં ઠે. પ્રથમ માળ તાલુકા સેવા સદન વિસનગરને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી 22 વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રીની ચેમ્બરમાં ઠે.ભોંયતળીયે તાલુકા સેવા સદન વિસનગર સમક્ષ 10 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી (જાહેર રજા સિવાય) સવારના 11 કલાકથી બપોરના 03 વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે
ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 18 નવેમ્બર 2022ના રોજ સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી,22 વિસનગર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી વિસનગરની કચેરી ઠે. પ્રથમ માળે, તાલુકા સેવા સદન વિસનગર ખાતે હાથ ધરવામાં આવશે
તારીખ 21 નવેમ્બર 2022ના બપોરના 03-00 કલાક પહેલાં ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.મતદાન કરવાનું થશે તો 05 ડિસેમ્બરના રોજ સવારે 08 કલાકથી સાંજના 05 કલાક વચ્ચે થશે તેવું રામ નિવાસ બુગાલિયા ચૂંટણી અધિકારી 22 વિસનગર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી વિસનગરની અખબારી યાદીમાં જણાવાયું છે