આ વર્ષના ગણતંત્ર દિવસની ઉજવણી પર કઈક નવું થવા જય રહ્યું છે. કારણકે આ વખતે ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ગણતંત્ર દિવસ 2023ના અવસર પર ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી વિદેશી મહેમાન ભારત આવનાર છે.
વર્ષથી દેશ કોરોનાના પડછાયા હેઠળ તેનો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો. પરંતુ આ વખતે ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વખતે પ્રજાસત્તાક દિવસે વિદેશી રાષ્ટ્રના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવે છે. આ વખતે ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી પ્રજાસત્તાક દિવસ 2023 પર વિદેશી મહેમાન હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલ-સીસીને મોકલવામાં આવેલ ઔપચારિક આમંત્રણ 16 ઓક્ટોબરે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા તેમને સોંપવામાં આવ્યું હતું. બંને દેશો આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2022-23માં જી-20ની ભારતની અધ્યક્ષતા દરમિયાન ઈજિપ્તને મહેમાન દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત અને ઈજિપ્ત સંસ્કૃતિ અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે.”