જૂનાગઢમાંથી એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે. જૂનાગઢના ગાંધી ચોક પાસે કેફી પીણા જેવું પ્રવાહી પીવાના કારણે બે વ્યક્તિની તબિયત બગડી હતી. જેના સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી છે.
જૂનાગઢના ગાંધી ચોક પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડ પર શંકાસ્પદ પ્રવાહી પીવાના કારણે બે લોકોના શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી છે. ઘટનાના પગલે રાજકીય આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા. તો પોલીસે આ મામલે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે શંકાસ્પદ પીણાની બોટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જે પ્રવાહી પીવાના કારણે બંને રિક્ષા ચાલકોના મોત થયા છે તે પ્રવાહીની બોટલ પોલીસે ઘટના સ્થળ પરથી કબજે કરી છે. શંકાસ્પદ લાગતા પ્રવાહીને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે જૂનાગઢની સરકારી હોસ્પિટલ પર લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા.
Article Categories:
ગુજરાત