Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

શિયાળામાં ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ- જાણો તેના સેવનના અનેક ફાયદા

Written by

શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ ખજૂર માર્કેટમાં આવવા લાગે છે. ખજૂર ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. શિયાળામાં તમે રોજ ખજૂર ખાઓ છો તો અનેક બીમારીઓથી તમે દૂર રહો છો.

શિયાળાની સિઝનની શરૂઆત થતાની સાથે જ માર્કેટમાં ખજૂરની માંગ વધવા લાગે છે. ઘણાં બધા લોકો રેગ્યુલર શિયાળામાં ખજૂરનું સેવન કરતા હોય છે. ખજૂર ઔષઘીય ગુણોથી ભરપૂર હોય છે. અનેક પોષક તત્વોથી ભરપૂર ખજૂર શિયાળામાં વઘારે પ્રમાણમાં ખાવામાં આવે છે. ખજૂરને ન્યૂટ્રિએન્ટ્સ અને માઇક્રો ન્યૂટ્રિએન્ટ્સનો ખજાનો કહેવામાં આવે છે. ખજૂરને તમે રેગ્યુલર ખાઓ છો તો શરીરને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમારે રોજ ખજૂરનું સેવન કરવુ જોઇએ. તો જાણો તમે પણ શિયાળામાં ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદાઓ થાય છે.

કેન્સર-હૃદય રોગથી બચાવ

ખજૂર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો ભંડાર છે. તે ડાયાબિટીસમાં મદદરૂપ હોવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. તેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી અને એક ખજૂર 23 કેલરી આપે છે. આ સાથે, તે સેલ ડેમેજ, કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓને રોકવામાં પણ ખૂબ અસરકારક છે.

હાડકાં મજબૂત

વધતી જતી ઉંમર સાથે હાડકાંને મજબૂત બનાવતા કોષોને નુકસાન થતું રહે છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

સ્કિનને વધુ સરસ બનાવશે

ખજૂરનું સેવન સ્કિન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે અને ચહેરાને કોમળ બનાવે છે. ખજૂરમાં એન્ટી એંજીનગ ગુણધર્મો આવેલા હોય છે. એટલે જ ખજૂરના સેવનથી જલ્દી વૃદ્ધપણું જોવા મળતું નથી.

અસ્થમાથી આપશે રાહત

અસ્થમા એક મોટી ઘાતક બીમારી છે. અસ્થમાથી પીડાતા દર્દીઓને શિયાળામાં શ્વાસ સંબંધી અનેક બીમારીઓ થાય છે. દરરોજ સવારે અને સાંજે 2થી 3 ખજૂર ખાવાથી અસ્થમાના દર્દીઓને આરામ મળે છે.

લોહીની કમીને કરે દૂર
ખજૂરમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ ખજૂરનું સેવન કરવાથી લોહીની કમી દૂર થાય છે. ખજૂર શરીરમાં હીમોગ્લોબિનની માત્રા વધારી એમીનિયા જેવી બીમારીઓમાં ફાયદો પહોંચાડે છે.

પાચનક્રિયા સુધારવામાં અસરકારક

ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. તેના સેવનથી પાચનક્રિયા સારી રહે છે. આ સાથે એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. દરરોજ સવારે ખાલી પેટ ખજૂરનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે.

નર્વસ સિસ્ટમ સુધારે છે

ખજૂરમાં પોટેશિયમ અને થોડી માત્રામાં સોડિયમ હોય છે. આ બંને શરીરની નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો કરે છે. વધુમાં, પોટેશિયમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ ઉપરાંત ખજૂરના સેવનથી સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થાય છે.

શરદીમાં ખૂબ ફાયદાકારક

શરદીની સમસ્યાથી પરેશાન થવા લાગે તો 2-3 ખજૂર, કાળા મરી અને એલચીને પાણીમાં ઉકાળો. સૂતા પહેલા આ પાણી પીવો. તેનાથી ઉધરસ અને શરદીમાં રાહત મળશે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

ખજૂરમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને વધતું અટકાવે છે. દરરોજ 5-6 ખજૂરનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કબજિયાત દૂર કરે છે

ખજૂરમાં ફાઈબર મળી આવે છે. જે કબજિયાતની બીમારીને દૂર કરે છે. આ માટે થોડી ખજૂરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તે ખજૂરને પીસીને શેક બનાવીને ખાલી પેટ પીવો. આનાથી કબજિયાતની સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *