બેચરાજી પંથકમાં છેલ્લા ૧૫ દિવસથી કેનાલનું પાણી બંધ કરાતાં ઉભો પાક સુકાવાની અણીયે
બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નર્મદાની માનાવાડા બ્રાન્ચમાંથી પડતી દેવગઢ માઈનોર કેનાલમાં છેલ્લા ૧૫ દીવસથી પાણી બંદ કરી દેવામાં આવતાં આગળનાં ઇન્દ્રપ,ચડાસણાં,દેવગઢ, છેટાસણાં તેમજ ધનપુરા સહીતથી વધું ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીથી વંચીત રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી આ કેનાલમાં પાણી નહીં આવતાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. દેવગઢ કેનાલમાં સમયસર પાણી નહીં છોડાતાં છેલ્લા ૧૫ દિવસથી પાણી બંદ છે પરિણામે એરંડા તેમજ ઘાસચારાનો પાક સુકાવા લાગ્યો છે. તો તમાકુ,અજમો,વરિયાળી સહિતના પાક સુકાવાની અણીયે છે. જ્યારે હમણાં આવેલા કમોસમી માવઠું અને પવનનાં કારણે “ખેડૂતોને પડ્યા પર પાટું “જેવી સ્થિતિ થઈ છે.જેને લઈ સત્વરે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે