ધ્રાંગધ્રા એસ.ટી.ડેપો ખાતેથી ધ્રાંગધ્રા થી મહાદેવનગર રૂટની નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ અને અગ્રણીએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે અગ્રણી તેમજ એસ.ટી.ડેપોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો દ્વારા આજથી સુરત અને ભુજની લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર-ભુજ રૂટની લક્ઝરી બસ સવારે ૫:૩૦ કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જ્યારે બીજી બે લક્ઝરી બસો સુરેન્દ્રનગરથી-સુરત રૂટની બસ સવારે ૯:૦૦ કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે.
Article Categories:
ગુજરાત