દેશના ઘણા રાજ્યોમાં વધતા તાપમાન અને તપતાં સૂર્ય વચ્ચે હવામાન ટૂંક સમયમાં બદલાઈ જશે. હવામાન વિભાગ (IMD)એ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરી છે. IMDની આગાહી અનુસાર દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 થી 19 માર્ચ દરમિયાન મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશના આંતરિક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ કે કરા પડવાની સંભાવના છે. આ ઉપરાંત 16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વ ભારતમાં અને 17 થી 19 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં વ્યાપક વરસાદની સંભાવના છે
.
Article Categories:
ગુજરાત