અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે
આજે રાત્રે ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
૧૮ તારીખે ૫ કાર્યકમમાં અમિત શાહ હાજરી આપશે
કાલે ગાંધીનગર,વડોદરામાં અમિત શાહનો કાર્યક્રમ
૧૯ માર્ચે જૂનાગઢ APMCનું કરશે ઉદ્ધાટન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, 18 અને 19 માર્ચે અમિત શાહ ગાંધીનગર, જૂનાગઢ, વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ શનિવારે સર્કિટ હાઉસમાં બેઠક યોજશે. જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસના કામો અંગે ચર્ચા થશે. તો શનિવારે સાંજે 6 વાગ્યે એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. તો રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢના પ્રવાસે છે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે. અંદાજીત 8 કરોડના ખર્ચે તૈયાર થયેલ કિસાન ભવન, નવા શેડ, ખેડૂત કેન્ટીન, આરામ ગૃહનું લોકાર્પણ કરશે. સાથે જ સક્કરબાગમા ઓર્ગેનિક મોલનું ભૂમિ પૂજન કરાશે. એટલું જ નહી ઝાંઝરડા રોડ પર જીલ્લા સહકારી બેંકના નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન પણ અમિત શાહના હસ્તે કરાશે
Article Categories:
ગુજરાત