મહેસાણા જિલ્લા ના સતલાસણા તાલુકાના ધરોઇ ડેમ ખાતે થી વડનગર સુઘી રાઇડ ટુ વડનગર સાઇકલ યાત્રા યોજાઈ
ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા વડનગરનો વારસો અંતર્ગત ધરોઇ ડેમ ખાતે થી કાર્યક્ર્મ હેઠળ વડનગર સુઘી રાઇડ ટુ વડનગર સાઇકલ યાત્રા યોજાઈ હતી જેમાં ધરોઇ ડેમ પર થી ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જીલ્લા કલેકટર નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમપ્રકાશ જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી પ્રવાસન નિગમ ના સચિવ આર્ આર ઠકકર આયોજક ઈમરાનભાઈ સતલાસણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ,વડનગર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ખેરાલુ પ્રાંત અધિકારી વડનગર અને સતલાસણા મામલતદાર ધરોઈ ડેમ એન્જિનિયર સુમિત પટેલ વગેરેની હાજરી માં ૫૦૦ જેટલા સાઇકલ સવારને ફ્લેગ ઓફ આપી સાઇકલ રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું આ સાઇકલ યાત્રા પ્રારંભ કરાવવા જતા ફટાકડા ફોડતા ભમરા ઉડ્યા ૪-૫ સાઇકલ સવારો ને ભમરા કરડતા તાત્કાલિક સારવાર આપવા મા આવી હતી જોકે સમયસર સારવાર આપવા બદલ મેડિકલ ટીમ ૧૦૮ ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો