ગુજરાતમાં મોસમ જાણે મજાક કરી રહ્યું હોય તેમ માર્ચ મહિનામાં પણ અષાઢ મહિનાની જેમ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ભરઉનાળે માવઠું થઇ રહ્યું છે. માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજી ચાર દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે……….