SUBSCRIBE
સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકા પંચાયત દ્રારા ૧૫મુ નાણાંપંચ ૨૦૨૧/૨૨ તેમજ સ્વરછ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઈડર તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોને વેસ્ટ કચરાના નિકાલ માટે વાહનોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઈડર તાલુકાની જવાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા બે ટ્રેક્ટર, પૃથ્વીપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા એક ટ્રેક્ટર તેમજ ઉમેદપુરા, સાબલવાડ અને એકલારા ગ્રામ પંચાયતોને ત્રણ -રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી સ્વરછ ગામ નિર્મળ ગામ સૂત્રને સાર્થક કરવાના હેતુ સાથે ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, તાલુકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત ભાજપના આગેવાનો હોદેદારો તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા…