મહેસાણા એલ.સી.બી પોલીસે વિદેશી દારૂ નો જથ્થો પકડ્યો
પોલીસે મેવડ ટોલ ટેક્સ પાસેથી વિદેશી દારૂ નો જથ્થો પકડ્યો
એલ.સી.બી પોલીસ સ્ટાફ ના હેડ.કો સાબીર ખાન પઠાણ તેમજ પો.કો. ભાવીનકુમાર ની માહિતી ના આધારે વિદેશી દારૂ નો જથ્થો પકડ્યો,
પોલીસે મેવડ ટોલ પ્લાઝા પાસેથી મહિન્દ્રા એક્સ યુ વી 300 માંથી અલગ અલગ બ્રાન્ડ ની કુલ 816 કીં.રૂ. 1,26,408/- નો વિદેશી દારૂ પકડ્યો,
કાર ચાલક વિદેશી દારૂ નો જથ્થો ભરીને અમદાવાદ ડિલિવરી કરવા જઈ રહ્યો હતો,
પોલીસે મહિંદ્રા એક્સ.યુ.વી 300 ના કાર ચાલક આરોપી ઠાકોર જગદીશજી નાથજી રહે. સિદ્ધપુર વાળા ની ધરપકડ કરી કુલ કીં.રૂ. 11,36,408/- નો મુદ્દામાલ કબજે કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ અન્ય ત્રણ આરોપી વોન્ટેડ છે