ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર
ગુજરાતમાં ફરી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
29, 30 અને 31 માર્ચ વરસાદની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રહેશે વરસાદ
ખેડૂતો પરથી હજુ માવઠાનું સંકટ નથી હટ્યું. આજથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માર્ચ મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી એટલે કે તારીખ 29 માર્ચથી 31મી માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.