રાજ્યમાં રેતી અને માટી માફિયાઓ બેફામ બની ગયા છે અને તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના સિસોદરા તળાવમાં ધોળા દિવસે માટી ખનન કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઘણું બધું કહી જાય છે…
રાજ્યમાં રેતી અને માટી માફિયાઓ બેફામ બની ગયા છે અને તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના સિસોદરા તળાવમાં ધોળા દિવસે માટી ખનન કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઘણું બધું કહી જાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ. દીયોદર. ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જેસીબી મશીનથી બે રોકટોક રાત દિવસ સતત રેતી ખનન અને સરકારી ગૌચર જમીન તેમજ તળાવો માંથી માટી ખનન કરતા તત્વો ઉપર કોણ મહેરબાન છે…..
એ સમજાતું નથી પરંતુ હવે આવા સંજોગોમાં મીડિયા અહેવાલો અને વાઈરલ વિડિયો સહિત અનેક જગ્યાએ કવરેજ દરમિયાન ભાભર તાલુકાના સિસોદરા ગામ પાસે આવેલ તળાવમાંથી જેસીબી મશીનથી માટી ખનન કરી ને જે રાધનપુર ભાભર હાઇવે રોડ ઉપર આવેલ અખાણી ફાર્મ હાઉસમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સિસોદરા ગામ લોકો દ્વારા તાત્કાલિક અસરથી માટી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરવા માં આવે તેવી માંગ બુલંદ બની છે પરંતું જેસીબી મશીન ના માલિક નું ઉપર સુઘી સેટિંગ અને તંત્ર ની રહેમ નજર હેઠળ રોયલ્ટી ભર્યા વગર માટી ખનન ક્યારે અટકાવવામાં આવશે એ જોવું રહ્યું…..