ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી બીકોમ સેમેસ્ટર- 6ની પરીક્ષામાં શનિવારે એકાઉન્ટનું પેપર લીક થયાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો, પોલીસે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તથા બે વિદ્યાર્થીઓને ઝડપી લીધા હતા, જયારે એક વિદ્યાર્થિની પકડવાની બાકી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંજી યુનિવર્સિટીની બી.કોમ ની સેમ 6ની પરીક્ષાઓ ચાલતી હતી , વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પાસે પેપર ના ફોટા આવ્યા , તરતજ પ્રેસ કોંફરન્સ કરી મીડિયા ને જાણ કરાઈ .યુનિવર્સિટીના VCએ પોલીસમા ફરિયાદ કરી અને પોલીસે તપાસ કરતા જી.એલ.કાકડીયા કોલેજમાં થી પેપર લીક ના ફોટા વાયરલ થયા હતા તેમ બાહર આવ્યુ.
પોલીસ દ્વારા પેપર લીક કૌભાંડ ના મુખ્ય આરોપી અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો.અમિત ગલાણી ની સાથે અજય લાડુમોર અને વિવેક મકવાણા ની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે શ્રુષ્ટીબેન બોરડા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે . પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીની નામદાર કોર્ટ પાસે રિમાન્ડ ની મંજૂરી માંગી છે .
અહીં આપ સૌ ને જણાવી દઈએ કે આરોપી ડો.અમિત શિક્ષણ જગત ની સાથે સાથે ગુજરતી ફિલ્મ જગત સાથે પણ જોડાયેલો છે તેણે જીવન આખ્યાન , સૈયર મોરી રે , ધનધતુડી પતુડી જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલ છે . ફિલ્મોમાં અલગ અલગ રોલ કરતા અમિત ને હવે નામદાર કોર્ટજ સાચો રોલ આપશે .