કેન્દ્રીય મંત્રી ભગવત કરાટ ગુજરાતના પ્રવાસે
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા ભારત ઉપવન ખાતે કેન્દ્રીય મંત્રી ભગવત કરાટનું આગમન થતાં મોમેન્ટો આપી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના શિહોરી રતનપુરા ખાતે આવેલ ઉપવનમાં ભાજપ ના કોર કમિટીના સભ્યો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ડીસા પ્રાંત અધિકારી. મામલતદાર કાંકરેજ સહિત તાલુકા તંત્ર ની ટીમ ખડે પગે હાજર રહી કોર કમિટીની બેઠક યોજાઈ હતી
જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી પાટણ લોકસભા પ્રભારી રાજ્યસભા સાંસદ. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ એમ.એસ. બ્રધર્સ ના મહેન્દ્ર જોષી અને સુરેશ જોષી. કાંકરેજ વિધાનસભા બેઠક ના ઇન્ચાર્જ. સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં આવનાર ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીના કારણે કેન્દ્રીય મંત્રી ભગવત કરાટ એ ગુજરાત નો પ્રવાસ કર્યો છે ત્યારે હવે અત્યારથી જ લોકસભાની ચૂંટણીના બ્યુગ્લ ફૂંકાઈ રહ્યાં છે
જેમાં ખાસ કરીને વાત કરીએ તો પાટણ લોકસભા બેઠક માટે કેન્દ્રીય મંત્રી દિલ્લી થી ગુજરાત પ્રવાસે પહોંચી ને કાંકરેજ વિધાનસભા બેઠક ના કોર કમિટીના સભ્યો ની ખાસ કરીને મિટિંગ બોલાવી હતી