દિવ કોળી સમાજ દ્વારા મહાકાલેશ્વર મહાદેવ મંદિરનાં પ્રથમ પાટોત્સવની ઉજવણી
દિવ શવણાંકબારા સંયુક્ત કોળી સમાજ સંચાલિત શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરનાં પ્રથમ પાટોત્સવ – ૨૦૨૩ ની રુદ્રયજ્ઞ નાં મંત્રોચ્ચાર થી ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
વણાંકબારા સંયુક્ત કોળી સમાજ સંચાલિત મહાકાલેશ્વર મહાદેવના અતિ પૌરાણિક મંદિરને પુનઃ નવનિર્મિત નાં સંકલ્પ સાથે કલાત્મક ગુલાબી પથ્થરથી શિખરબંધ નવું મંદિર નિર્માણ થયેલ છે. તેની પ્રાણપ્રતિષ્ઠા નું એક વર્ષ પૂર્ણ થતાં વિ.સં. ૨૦૭૯ જેઠ વદ બીજને સોમવાર નાં શુભ દિને રુદ્રયજ્ઞ નાં મંત્રોચ્ચાર થી ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે સવારે ૮ કલાકે યજ્ઞ પ્રારંભ કરવામાં આવેલ, ત્યારબાદ ૧૦ વાગે કળશયાત્રા યોજાઈ હતી. બપોરના ૧૨:૪૦ એ હોમાત્મક લઘુરુદ્ર નો પ્રારંભ કરવામાં આવેલ, ત્યારબાદ સાંજે ૫ કલાકે બિડાહોમ આરતી કરવામાં આવી હતી. દિવસભર આયોજિત દરેક પ્રસંગો માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતાં. આ શુભ પ્રસંગે શ્રી વણકરપા કોળી સમાજના પટેલ બાબુભાઈ લખમણ, વડીશેરી કોળી સમાજના પટેલ નરસિંહભાઈ રામજી, વાડી વિસ્તાર કોળી સમાજના પટેલ મેઘજીભાઈ લાખા, શ્રી વણાંકબારા સંયુક્ત કોળી સમાજના સહમંત્રી યોગેશભાઈ છગન અને વડી શેરી કોળી સમાજના બેઠકના પટેલ ડોક્ટર જીતેન્દ્ર કે. સોલંકી એ સહપરિવાર યજ્ઞ પૂજા તેમજ બીડુ હોમવાનો શુભ લ્હાવો લીધો હતો.