પરિવારજનોની આંખોમાં હરખના આંસુ આવ્યાં
પાકિસ્તાન જેલ માંથી મુક્ત થયેલા 200 માછીમારો માદરે વતન વેરાવળ પહોંચ્યા. પાકિસ્તાનની સરકારે મુક્ત કરેલા ગુજરાતી માછીમારો માદરે વતન પહોંચતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા
પાકિસ્તાન જેલ મા ત્રણ વર્ષ થી વધુ સમય થી સબડતા માછીમારો વધુ એક વખત મુક્ત થયા છે. જેમાં હાલ પાકિસ્તાન સરકાર દ્વારા 200 જેટલા માછીમારો ને મુક્ત કરાયા છે. જે માછીમારો ને વાઘા બોર્ડર ફિઝિરીજ વિભાગ ને સોંપ્યા બાદ આ માછીમારો રેલ મારફતે બરોડા અને ત્યાં થી બસ મારફતે આજે માદરે વતન વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળ પહોંચતા સિડી વાવ ખાતે એક કોલેજમાં સરકાર માં તમામ વિભાગ ના અધિકારીઓ દ્વારા તેઓનું ઇન્ટ્રોગેશ્ન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તેઓને તેમના પરિજનો ને ચોપવા માં આવ્યા હતા.
જોકે પાક. જેલમાંથી મુક્ત માછીમારો આવવા ને લઈ વહેલી સવાર થી જ માછીમારો ના પરિજનો તેમને લેવા વેરાવળ ફિશિરિજ કચેરી ખાતે પહોંચ્યા હતા. લાંબા સમય થી કેદ માછીમારો આવતા હોવાને લઈ વૃદ્ધ અને બાળકો પણ પહોંચ્યા હતા. કીડીવાવ ખાતે માછીમારો નું અલગ અલગ સુરક્ષા વિભાગ દ્વારા ઇન્ટરો ગેસન હાથ ધરાયુ હતું અને 3 કલાકે માછીમારો ના પરિજનો ની આતુરતા નો અંત આવ્યો હતો. સવા ત્રણ કલાકે માછીમારો ને પરિવારજનો ને સોંપવામાં આવ્યા.
જો કે અહીં એક તરફ ખુશી ના આંસુ છલકાતા હતા અને બીજી તરફ ભાવુક દ્ર્શ્યો જોવા મળ્યા હતા. વેરાવળ ખાતે બેટ દ્વારકા થી અનેક પરિવારો આવ્યા હતા. જેમાં અદ્રેમાંન ભાઈ નામના માછીમાર પોતાના દીકરાઓ ને મુક્ત કરાવવા માટે અધિકારીઓ ને આજીજી કરવા પહોચયાં હતા. જેમાં અદ્રેમાંન ભાઈ ના ત્રણ દીકરા પાક જેલ માં કેદ છે. જેને 2 વર્ષ થી વધુ નો સમય વીત્યો છતાં મુક્ત ન થયા કે ન તો તેમની સાથે વાત થઈ રહી છે.