Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

બનાસકાંઠા : ભાભરના સુથારનેસડી ગામની ઘટના,બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો

Written by

બનાસકાંઠા : ભાભરના સુથારનેસડી ગામની ઘટના

બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠાના ભાભરના સુથારનેસડી ગામે બે વર્ષ અગાઉ ગુમ થયેલા યુવકના મોતનો ભેદ ઉકેલાયો છે…મૃતક યુવકે તેની પ્રેમીકાના ઘર આગળ જ પહોંચી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનું ખુલ્યું છે. તો સાથે યુવકની પ્રેમિકાએ તેના પતિ અને પ્રેમિકાના બીજા પ્રેમીએ સાથે મળી મૃતક યુવકના મૃતદેહને કોથળામાં ભરી ફેંકી દીધો હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી છે. અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ભાભરના સુથારનેસડી ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે ઠાકરશી સેધાજી ઠાકોર બે વર્ષ અગાઉ ગુમ થઈ ગયા હતા….જોકે પરિવારનો યુવક ગુમ થતા તેમના પરિવારજનોએ બનાસકાંઠા પોલીસને યુવક ગુમ થયાની જાણ કરતા ભાભર પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી… જોકે ઘટનાને બે બે વર્ષ વીતવા છતાં પોલીસને યુવકનો પતો ન લાગતા પરિવાર ચિંતામાં હતો અને આખરે ઘટનાને બે વર્ષ બાદ બનાસકાંઠાની એલસીબી પોલીસને બાદમી મળી કે ગુમ થનાર રમેશભાઈ ઉર્ફે ઠાકરશી  ઠાકોરને નેસડા ચેમ્બુવા ગામના રમીલા રમેશભાઈ ગેહલોત નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો જોકે આ રમીલા ગેહલોત એ માત્ર રમેશભાઈ સાથે જ નહીં પરંતુ અન્ય વાવ તાલુકાના ભાચલી ગામના અમરત ખરડોલા નામના વ્યક્તિ સાથે સાથે પણ પ્રેમ સંબંધમાં હતી… જો કે બે વર્ષ અગાઉ મૃતક રમેશભાઈ અને અમરત વચ્ચે રમીલા બાબતે ઝઘડો થયો હતો. અને આ ઝઘડા બાદ રમેશભાઈને મન પર લાગી આવતા રમેશભાઈએ પ્રેમિકાના ઘર આગળ જ લીમડાના ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ગઈ આપઘાત કરી મોતને વ્હાલું કરી દીધું… જો કે તે સમયે રમેશભાઈએ અમરતના દૂસ્પ્રેરનમાં આવી આત્મહત્યા કરી હોવાની જાણ રમીલાને થતા રમીલાએ તેના પ્રેમી અમરત સહિત તેના પતિ રમેશ ગેહલોતને સાથે રાખી રમેશભાઈના મૃતદેહને ઝાડેથી ઉતારી દુષ્પ્રેરણના ગુનામાંથી બચવા રમેશભાઈના મૃતદેહને કોથળામાં ભરી થરાદની  ભાપી-વામી નજીકના સાયફન માં ફેંકી દીધી હતી… જોકે આ સમગ્ર ઘટનાથી પોલીસને ગુમરાહ કરવા આ ત્રણેય લોકોએ એવું કાવતરું રચ્યું કે મૃતક રમેશભાઈનો ફોન  થોડા સમય સુધી પોતાની પાસે રાખી ફોન ચાલુ રાખ્યો અને અલગ અલગ જગ્યાએ ફોન સાથે ફરે ગયા… જેથી પોલીસને આ ઘટનાની જાણ ન થાય અને પોલીસ રમેશભાઈ જીવિત હોય તેવું લાગે તેવું કાવતરું રચ્યું… આખરે કહેવાય છે કે પાપ છાપરે ચડીને પોકારે અને છેવટે થયું એવું જ પોલીસને બાતમી આધારે હકીકતની જાણ થતા પોલીસે રમેશભાઈને મરવા દૂસ્પ્રેરીત કરનાર ત્રણેય લોકોની અટકાયત કરી સઘન પૂછપરછ કરી તો સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો અને આખરે પોલીસે રમેશભાઈ ઠાકોરની હત્યા કરનાર તેમની પ્રેમિકા રમીલા રમેશભાઈ ગેહલોત, પ્રેમિકાનો બીજો પ્રેમી અમૃત ખેતાભાઇ ખરડોલા સહિત પ્રેમિકાના પતિ રમેશ સંગ્રામભાઈ ગેહલોતની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *