ઈડરના નેત્રામલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
૧૭૦૦ થી વધુ સીતાફળના છોડ વાવવામાં આવ્યા.. ૮૫ વર્ષના વૃદ્ધાએ વૃક્ષારોપણ કરી નવી પેઢીને વૃક્ષારોપણ કરવાની પ્રેરણા આપી.. ભવિષ્યમાં હરિયાળુ વાતાવરણ ઊભું કરવા હજારો વૃક્ષોનું રોપાણ કરવામાં આવશે…સમગ્ર વિશ્વમાં પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે અને આ જોખમને રોકવાના ઉદ્દેશ સાથે દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી ૫ મી જૂનના દિવસે કરવામાં આવે છે ત્યારે આ દિવસે સમગ્ર રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીલેજ તરીકે રાજ્ય સરકારે પસંદગી કરી છે તેવા નેત્રામલી ગામને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી માટે રિલાયન્સ ફાઉન્ડેશને પસંદગી કરી છે જેમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં આવતા ગણેશપુરા ખાતે આવેલ ગૌચરની જમીનમાં પંચાયત દ્વારા ૧૭૦૦ જેટલા સીતાફળના છોડ વાવવામાં આવ્યા હતા અને આ સીતાફળના છોડનું જતન કરવા માટે પાણીનો બોર પંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો આ સાથે નેત્રામલી ગામના ૮૫ વર્ષીય વૃદ્ધા જશોદાબેન રાવલે અનોખો વૃક્ષ પ્રેમ દર્શાવી વૃક્ષારોપણ કર્યું હતું અને નવી પેઢીને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા આપી એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું…