હાલોલ : પંડોળ ગામ લુહાર ફળીયામાં છેલ્લા 10 દિવસથી અંધારપટ્ટ સર્જાયો
તાજેતર માં આવેલ તોફાની વાવાઝોડા એ પંચમહાલ જિલ્લા માં ભારે તબાહી સર્જી હતી ત્યારે હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે પંડોળ ગામ લુહાર ફળીયા માં છેલ્લા દસ દિવસથી અંધારપટ્ટ સર્જાયો છે
દસ દિવસ પૂર્વ આવેલ વાવાઝોડા એ પંચમહાલ જિલ્લા માં તબાહી મચાવી હતી ત્યારે હાલોલ તાલુકા ના શિવરાજપુર પાસે આવેલ પંડોર ગામ પાસે વીજ ના પોલ ધરાશયી થયાં હતા જેથી લુહાર ફળીયા માં છેલ્લાં દશ દિવસ થી વિજ પુરવઠો ખોરવાયો છે જેથી અનેક પરિવારો ને ભારે મુશ્કેલી પડી રહી છે વિજ પુરવઠો ખોરવાતા પાણી ની સમસ્યા સર્જાઈ છે મહિલાઓ ને પીવા અને વાપરવા સહિત ઢોરો ને પીવડાવવા પાણી પણ હેન્ડપંપ થી ભરવું પડે છે અહી લોકો દસ દિવસ થી અંધારામાં રહેવા મજબૂર બન્યા છે રોજેરોજ ગ્રામજનો MGVCL માં ફોન કરે છે. અને રજુવાત પણ કરે છે ત્યારે ઝાડી ચામડી ના અઘિકારીઓ કોઈ યોગ્ય જવાબ આપતા નથી
અમારા live24 ગુજરાત નાં સંવાદદાતાં એ શિવરાજપુર MGVCL કચેરી ખાતે રિયાલિટી ચેક કરતા MGVCL કચેરી ખાતે ચાલતી લાલિયાવાડી ના દ્ર્શ્યો કેમેરા માં કેદ થયાં હતાં MGVCL કચેરી માં કોઈ કર્મચારી કે કોઈ અધિકારી હાજર મળ્યા નહોતા જ્યારે એક કર્મચારી ત્યાં આરામ ફરમાવી રહ્યા હોવાં ના દ્રષ્યો કેમેરા માં કેદ થયાં હતાં અને અઘિકારીઓ ની ખુરશીઓ ખાલીખમ દેખાતા MGVCL ઓફીસ માં રામરાજ્ય ચાલી રહ્યું હોય તેમ જોવા મળ્યું હતું