બનાસકાંઠામાં પ્રગતિશીલ પશુપાલકે અનોખું ડેરી ફાર્મ વિકસાવ્યું ધાનેરાના ફતેપુરાના પશુપાલકે ડેરી ફાર્મ વિકસાવી અને સિદ્ધિઓ હાંસલ કરી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ડેરી ફાર્મ ને ખુલ્લું મૂકવામાં આવ્યુ અને અનેક પશુપાલકો માટે પશુપાલન ક્ષેત્રે આ ડેરી ફાર્મ સિદ્ધિ હાંસલ કરવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે
બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો
બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે ત્યાં પશુપાલકો દ્વારા અનેક ગણા પશુપાલન ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે ત્યારે આજે ધાનેરાના ફતેપુરામાં અધતન સુવિધા સફર ડેરી ફાર્મ ને ખુલ્લુ મુકવામાં આવ્યું પ્રગતિશીલ પશુપાલક દ્વારા ગાયોનો તબેલો બનાવી નવસાગર ડેરી ફાર્મ થકી આધુનિક એનિમલ સેડ,હવા ઉજાસ વાળો શેડ,મિલ્કીંગ પાલર, બીએમસી રૂમ, પશુઓનું ટેગિંગ અને કોલર બેલ્ટ દ્વારા મોનિટરિંગ, પશુના આરામ માટે ઓગર કુલિંગ ફેન,રબરમેટ,એનિમલ ગૃમીંગ બ્રશ, સંપૂર્ણ મિક્સર મશીન, બાયોગેસ પ્લાન્ટ,બાયોગેસ ઈલેક્ટ્રિક જનરેટર,ઓર્ગેનિક ખાતર પેકિંગ પ્લાન્ટ,સોયલાપીટ, દાણ ગોડાઉન શહીદ અધ્ધર સુવિધા સભર ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે જોકે હાલ પશુઓની સંખ્યા માત્ર ૨૦૦ થી વધારે છે અગાઉના સમયમાં 200થી વધારી 500 પશુ બનાવવાનું લક્ષ્યાંક પશુપાલકે નક્કી કર્યું છે દૈનિક દૂધની આવકની જો વાત કરવામાં આવે તો 1100 લીટર પ્રતિદિન આ ડેરી ફાર્મમાં ગાયો થકી દૂધ વિકસાવવામાં આવે છે અને સમગ્ર દૂધ બનાસ ડેરીમાં ભરાવી આજીવિકા મેળવવામાં આવે છે જોકે પ્રગતિશીલ પશુપાલક ગણેશભાઈ પટેલ અને અજબાભાઈ પટેલ દ્વારા હાલ આ ડેરી ફાર્મ નું સંચાલન કરવામાં આવી રહ્યું છે
ગોબરગેસ પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામડાઓને સધ્ધર બનાવવા પશુપાલન ઉપર ભાર મૂકવામાં આવ્યું છે જોકે હાલ આ ડેરી ફાર્મ વિકસાવા પાછળનું કારણ અને ખેડૂતો રોજગારી મેળવતા થાય જોકે ગોબરગેસ પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી જમીનોને રાસાયણિક ખાતર મુક્ત બનાવવા નો પણ પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ ડેરી ફાર્મ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થશે અને અન્ય પશુપાલકો માટે પણ શીખ સમાન ડેરી ફાર્મને જોઈને નાના ડેરી ફાર્મ બનાવવા પણ આગ્રહ કરવામાં આવ્યો હતો
અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇઝરાયેલની જેમ મોડર્ન ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે જેમાંથી વધુ દૂધ ઉત્પાદન મેળવી અને વધુ રોજગારીની તકો ઊભી કરવા આ અધધતન સુવિધા સભર મોર્ડનડેરી ફાર્મ અનેક પશુપાલકો માટે શીખ અને પ્રગતિશીલ બનાવવા ઉપયોગી સાબિત થશે