અમદાવાદ/ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ જેલ હવાલે, હવેથી કેદી નંબર-8683 તરીકે ઓળખાશે
Written by Live24NewsGujarat
Ahmedabad:ઈસ્કોન બ્રિજપર ફુલસ્પીડે જેગુઆર કાર ચલાવી 9 લોકોને મોતની નીંદ્રામાં પોઢાડી દેનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલમાં આરોપી તથ્યને કેદી નંબર 8683 અપાયો છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કેદી નંબર 8626 અપાયો છે. આ બંને બાપબેટાની જોડીને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા બંનેને જેલમાં ધકેલવામાં આવ્યા છે.