કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજપુર ગામે આઉટ પોસ્ટ ચોકીનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાઈ ગયો હતો કડી તાલુકામાં અકસ્માત, ક્રાઈમ જેવા ગુનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેને અનુલક્ષીને રાજપુર ગામે આઉટ પોસ્ટ ચોકી બનાવવામાં આવી રહી છે જ્યાં શનિવારે તેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ઇન્દ્રસિંલ યુનિવર્સિટી રાજપુર અને કેડીલા ફોર્મસ્યુકલ્સના સહયોગી આઉટ પોસ્ટ નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 16 ગામ આવેલા છે જેમાં રાજપુર પોસ્ટ ની અંદર 12 ગામ આવેલા છે રાજપુર ગામે અગાઉ પોલીસ ચોકી હતી પરંતુ 2014, 15 ની અંદર પોલીસ ચોકીનુ મકાન જર્જરી થયું હોવાથી આ બંધ કરી દેવામાં આવી હતી અને ફરી એકવાર રાજપુર ગામે નવી આઉટ પોસ્ટ ચોકીના મકાન બનવા જઈ રહ્યું છે જ્યાં કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે મહિનાથી પ્રોફેશનલ આઇપીએસ વિવેક ભેડા ફરજ બજાવી રહ્યા છે જે દરમિયાન તેઓને ધ્યાને આવતા તેમને મહેસાણા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જ્યાં પોલીસ વડા દ્વારા તેઓને મંજૂરી આપી દેતા આઉટ પોસ્ટ ચોકીના મકાનનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું હતું અને ઇન્દ્રસીલ યુનિવર્સિટી અને કેડિલા ફાર્માસ્યુટીકલ્સ ના સહયોગથી રાજપુર આઉટ પોસ્ટના નવીની કરણ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન શનિવારે યોજવામાં આવ્યું હતું ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવના વરદ હસ્તે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહેસાણા જિલ્લા પોલીસવાળા અચલ ત્યાગી, આઈ. આર ડીવાયએસપી, પીએસઆઇ બી.વી ઠક્કર સહીતના પોલીસ કર્મીઓ તેમજ રાજપુર ગામના સરપંચ તેમજ ગામડાઓના સરપંચ કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા