અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલે સેવા કેમ્પોના આયોજકો અને સરપંચઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્વચ્છતા, આયોજન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર એ જણાવ્યું કે સેવા કેમ્પના આયોજકો અને સરપંચ ઓએ ગયા વર્ષે પણ મેળામાં ખૂબ સારી સ્વચ્છતા જાળવી છે એવી જ રીતે આ વખતે પણ સ્વચ્છતા જાળવવામાં આવે તે પ્રમાણે કામગીરી કરીએ. તેમણે કહ્યું કે આ વર્ષે સ્વચ્છતા અંગે પ્રથમ વાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરેક ગ્રામ પંચાયતો અને સેવા કેમ્પો ભાગ લઈ સ્વચ્છતા અંગે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેળાને સ્વચ્છ અને રળીયામણો બનાવીએ તેવી ભલામણ કરી હતી.