Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

અંબાજી : ભાદરવી પૂનમના મેળાના પ્રારંભના આગલા દિવસે સેવા કાર્યરત

Written by

અંબાજી ભાદરવી પૂનમના મેળાના પ્રારંભના આગલા દિવસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલે ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી  પી. એન. માળીના સૌજન્યથી પાર્કિંગ થી મંદિર સુધી સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે રીક્ષા તેમજ ૬૫૦૦ પોલીસ કર્મીઓ માટે નિ:શુલ્ક ભોજન સેવા કાર્યરત

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો હવે સોળે કળાએ ખીલી રહ્યો છે. શ્રધ્ધાળુ માઇભક્તોનો અવિરત પ્રવાહ મા અંબાના દર્શન માટે દૂર દૂર થી ઉમટી રહ્યો છે. આ મેળાના સુચારુ વ્યવસ્થાપન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળામાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા 6500 જેટલો સ્ટાફ મૂકીને સઘન સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાત દિવસ ખડેપગે સેવા આપતાં આ પોલીસ જવાનો માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 5 જગ્યાએ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે એમાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળી દ્વારા દરરોજ ભોજનમાં મિસ્ટાન આપવામાં આવે છે. આ ઉપરાંત મેળામાં આવતા સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે પાર્કિંગથી મંદિર સુધી મૂકી જવા માટે નિ:શુલ્ક રિક્ષા સેવા પણ તેમના સૌજન્યથી શરૂ કરવામાં આવી છે.

શ્રી પી. એન. માળી દ્વારા આપવામાં આવતી સેવાને બિરદાવતા નાયબ પોલીસ અધિક્ષક એમ. બી. વ્યાસે જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમનો મેળો તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે ત્યારે કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા પોલીસ સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળી દ્વારા દરરોજ પોલીસને સાંજના ભોજનમાં સ્વીટ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમના દ્વારા સિનિયર સિટીઝનો અને દિવ્યાંગજનો માટે 150 રીક્ષા ચલાવવામાં આવે છે.

આમ અંબાજી ભાદરવી પૂનમના મેળા માં પિતા- પુત્રની બેલડી માઈભક્તોની સેવામાં મશગુલ જોવા મળી હતી.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *